માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી : ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિએ વક્તૃત્વ સ્પર્ધા યોજાશે


SHARE















મોરબી : ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિએ વક્તૃત્વ સ્પર્ધા યોજાશે
 
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય  આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિએ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.
     
મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથિ છે. ૩૯ વર્ષની ઉંમરમાં 4 જુલાઇ 1902ના રોજ તેમનું નિધન થઇ ગયું હતું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1763 ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું સ્વામી વિવેકાનંદ નો સંદેશ દુનિયાભર માં લોકોને પ્રેરણા આપે છે. આજે સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથિ પર અમે આપને તેમની એ વાત કહીશું છે જે અપનાવી તમે તમારાં જીવનમાં પરિવર્તન લાવી શકો છો. સ્વામી વિવેકાનંદ ની પૂણ્યતિથિ એ  કેટેગરી મુજબ  આપેલ વિષય પર એક થી ત્રણ મીનીટ સમય મર્યાદા માં આપનાં વિચારો ને વાચા (વક્તવ્ય ) આપતો વીડીયો બનાવી મોકલી આપો. સ્પર્ધાની છેલ્લી તારીખ  4/7/2021 રાત્રે 9=00 સુધી નીચે આપેલ કોઈ એક મોબાઇલ નંબર પર મોકલી આપો . 9099086386 / 97279 86386 
કેટેગરી-1 (ધો-1,2,3,4)કે-1 વિષય:-પરોપકાર  ધર્મ નું બીજું  નામ છે.(સમય :-1 -થી 1.5 મીનીટ)
કેટેગરી- 2 (ધો-5,6,7,8) કે-2 વિષય:-જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે.(સમય:- 1.5 થી 2 મીનીટ)
કેટેગરી-3 (ધો-9 ,10,11,12) કે-3 વિષય:- જ્ઞાન નો પ્રકાશ બધાંજ અંધકારો ને દૂર કરે છે.(સમય:--2 થી 2.5 મીનીટ)
કેટેગરી-4 ( કોલેજ નાં  વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ) કે-4 વિષય:- સારાં શિક્ષણ નો ધ્યેય છે :- માનવ નો વિકાસ ( સમય:- 2  થી 3 મીનીટ)
     
એલ.એમ.ભટ્ટ- દિપેન ભટ્ટ 
"આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો





Latest News