મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આઇએમએ દ્વારા હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન ઍમપાવર્મેન્ટ સેમિનાર યોજાયો 


SHARE







મોરબીમાં આઇએમએ દ્વારા હેલ્ધી અને બેલેન્સ લાઈફ ફોર વુમન ઍમપાવર્મેન્ટ સેમિનાર યોજાયો 

મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા રવપર રોડ ઉપર આવેલ આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબીની હોસ્પીટલના ડોક્ટર્સ અને ફેમિલી માટે સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમિનારમા સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશભાઈ સનારીયાએ માર્ગદર્શન આપ્યું હતું અને સમાજના વિવિધ ક્ષેત્રે મહીલાઓએ પ્રાપ્ત કરેલી સફળતાઓ તેમજ સમાજમા ગૌરવવંતુ સ્થાન ધરાવતી વિવિધ મહિલાઓના ઉદાહરણ દ્વારા મહિલાઓ પુરુષ સમોવડી નહી પરંતુ પુરુષ કરતા ચઢીયાતી છે તેવુ મહીલાઓએ સાબિત કર્યુ છે તે ઉપરાંત  મહિલાઓએ ભાગ-દોડના સમયમાં પોતાના શરીર માટે  સમય કાઢી રોગ વગર તંદુરસ્ત કઈ રીતે રહેવું એના વિશે ડિટેઇલમાં માહિતી આપી હતી. જેમાં ટૂંકમાં કહી તો PMNEWS એટલે પોઝિટિવ એટ્ટીટ્યૂડ, મેડિટેશન-યોગા ,ન્યુટ્રીશન, એક્સરસાઈઝ, વોટર, સ્લીપ, સેલ્ફ ડિસિપ્લિન અને સ્પીચ વિશે જણાવ્યું હતું. બહેનો માટે બેલેન્સ લાઈફ જીવવા માટે હેલ્ધી લાઈફ, ફેમિલી લાઈફ, પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ ચારેયને સાથે બેલેન્સ કઈ રીતે કરી શકાય? અને આજના કોમ્પિટિશનના સમયમાં સોશ્યિલ મીડિયા અને મોબાઈલની બાળકોમાં થતી સાઈડ ફફેક્ટ અને આધ્યાત્મિક વાંચનનૉ અભાવ ના લીધે સમાજ માં થતી અસર વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. દીપકભાઈ બાવરવા, સેક્રેટરી ડો.જયદીપ કાચરોલા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી




Latest News