મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સીમ્પોલો સિરામિકમાંથી ટાઇલ્સ લઈને ચેક આપનાર પાર્ટીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા: બમણો દંડ


SHARE







મોરબી સીમ્પોલો સિરામિકમાંથી ટાઇલ્સ લઈને ચેક આપનાર પાર્ટીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા: બમણો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા ચાર લાખના ડબલ રકમ રૂપીયા આઠ લાખનો દંડ કરવામાં આવેલ છે અને ફરીયાદીને રૂપીયા ચાર લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી નવ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવા હુકમ કર્યો છે

મોરબીની ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં ફરીયાદી સીમ્પોલો વીટ્રીફાઇડ પ્રા.લી. રહે. ઘૂટું રોડ મોરબી વાળા પાસેથી આરોપી રાજયોગ હોમ (ઈન્ડીયા) પ્રા.લી.ના ઓથોરાઇઝ્ડ સેગ્નેચરી સુનિલ ચવાણ રહે. મુંબઈ વાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી તેની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા ચાર લાખ રકમ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી.મેજીસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં વર્ષ ૨૦૧૭ માં દાખલ કરેલો હતો જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે જજે આરોપી રાજયોગ હોમ (ઈન્ડીયા) પ્રા.લી.ના ઓથોરાઇઝ્ડ સેગ્નેચરી સુનિલ ચવાણને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા ચાર લાખના ડબલ રકમ રૂપીયા આઠ લાખનો દંડ અને તે દંડમાંથી ફરીયાદીને રૂપીયા ચાર લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી નવ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવવા તથા આરોપી સામે પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્યૂ કરવાનો હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલા હતા.




Latest News