મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ-માર્ગદર્શન શિબિર યોજાઈ


SHARE







ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ-માર્ગદર્શન શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારામાં આવેલ નવા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોડિનેટર વાલજીભાઈ ડાભી, આર્યસમાજના આચાર્ય રામદેવજી ઉપસ્થિત રહ્યા હતા. અને રામદેવજીએ યોગએ આપણા જીવનનું એક અમુલ્ય અંગ છે તે વિશે અને અષ્ટાંગ યોગ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું. તેમજ વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ અને યોગ ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ રોગ અનુસાર યોગ અને પ્રેકટીકલ પણ કરવ્યું હતું ટંકારા તાલુકાના ખાતે કરવામાં આવેલ યોગ શિબિર માટે યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસાએ જહેમત ઊઠાવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા તાલુકામાં યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકોએ કંચનબેન એમ.સારેસા (મો.૯૫૫૮૯ ૨૬૧૮૦, ૯૬૮૭૪ ૪૨૭૩૫) નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News