મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

તીસરી આંખે પોલીસની લાજ રાખી: મોરબીમાં પંદર લાખની ચોરીની ઘટનામાં નાયડુ ગેંગેના બે સાગરીત ઝડપાયા


SHARE













તીસરી આંખે પોલીસની લાજ રાખી: મોરબીમાં પંદર લાખની ચોરીની ઘટનામાં નાયડુ ગેંગેના બે સાગરીત ઝડપાયા

મોરબીમાં દાતાઓના સહકારથી પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે આ તીસરી આંખે ગઇકાલે રંગ રાખતા પોલીસની લાજ બચી ગયેલ છે જો કે, અગાઉ મોરબીમાં ધોળા દિવસે લૂંટ કરવામાં આવી હતી ત્યારે સોશિઅલ મીડિયાના કેમેરાઓએ રંગ રાખ્યો હતો તે હકકીત છે ત્યારે મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે કારમાં બેઠેલા યુવાનને તેના રૂપિયા નીચે પડી ગયા છે તેવું કહીને કારમાંથી નીચે ઉતરાવ્યા બાદ બીજો દરવાજો ખોલીને કારમાંથી રોકડા ૧૫ લાખ ભરેલ થેલાની ચોરી કરવામાં આવી હતી અને જો કે, સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા હોવાથી પોલીસે ચોરીના આ ગુનામાં નાયડુ ગેંગના બે સાગરીતોની રાજકોટ પોલીસની મદદથી રોકડા ૧૩ લાખના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

ગઇકાલે બપોરના સાડા દસ વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનું કામ કરતાં રાકેશભાઈ ચંદુભાઈ સંઘાણી પોતાના ઘરેથી રોકડા રૂપિયા ૧૫ લાખ થેલામાં ભરીને કારમાં નીકળ્યા હતા અને મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલ વિવાહ સાડીમાં તેના પાર્સલ આવતા હોવાથી તે ત્યાં બેકમાંથી આવેલ પાર્સલ લેવા માટે ગયા હતા એટલી વારમાં કારની રેકી કરી લેવામાં આવી હતી અને રાકેશભાઈ સંઘાણી પાછા પોતાની કારમાં આવીને બેઠા હતા ત્યારે તેની કારના કાચ પાસે આવીને એક બાળકે "તમારા પૈસા નીચે પડી ગયા છે" તેવું કહ્યું હતું અને બાદમાં તે બાળક ત્યાથી જતો રહ્યો હતો

જેથી રાકેશભાઈ સંઘાણીએ કારનો દરવાજો ખોલીને જોતાં રસ્તા ઉપર દસ રૂપિયાની બે અને વીર રૂપિયાની એક નોટ પડી હતી જે ઉપાડીને કોઈને આપી દેવા માટે તે કારમાંથી નીચે ઉતાર્યા હતા ત્યાં કારનો પાછળનો દરવાજો ખોલીને ચોર ગેંગ રોકડ રૂપિયા ભરેલ થ્લો લઈને નાશી ગઈ હતી જે બનાવની તેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે મોરબી જિલ્લા પોલીસમાં નાકાબંધી કરવી હતી અને મોરબીમાં દાતાઓના સહકારથી મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે અગાઉની જેમ વધુ એક વખત સીસીટીવી કેમેરાના ફૂટેજે પોલીસની લાજ રાખી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કેજુના બસ સ્ટેશન પાસે કારમાંથી રોકડા રૂપિયા પંદર લાખની ચોરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરાના દૂતેજ પણ મળ્યા હતા જેથી તેના આધારે તપાસને આગળ વધારતા આરોપીઓ નવા બસ સ્ટેશન પાસેથી રાજકોટ બાજુ સ્પેશ્યલ ઇકો કાર બાંધીને ગયા હોવાની હકકીત મળી હતી જેથી આરોપીઓના ફોટો અને તમામ માહિતી રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવી હતી અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને પણ જાણ કરી હતી

જેથી ત્યાની પોલીસે મોરબીમાં ચોરી કરીને ભાગેલા ચાર શખ્સોમાંથી બે આરોપીણે રોકડા રૂપિયા ૧૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સુબ્રહ્મણ્યમ સુગ્યાન નાયડુ (ઉમર ૫૦) રહે.૨૩/૫૯ એમએસનગર શેરી નંબર-૨ તીરૂપતી તમિલનાડુ તેમજ ગણેશ સુબ્રમણ્યમ નાયડુ (ઉમર ૨૦) રહે.એમએસનગર શેરી નંબર-૧ પુલી બસ સ્ટેન્ડ નજીક તિરુપતિ તમિલનાડુ વાળાની પીએસઆઇ આર.પી.રાણાએ ધરપકડ કરેલ છે. અને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News