મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી- માળીયામાં જુગારની બે રેડ: ૭ જુગારી ઝડપાયા


SHARE







મોરબી- માળીયામાં જુગારની બે રેડ: ૭ જુગારી ઝડપાયા

માળીયા (મિ) જુના બસ સ્ટેશન પાછળ તળાવની પાર પાસે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો આવી જ રીતે મોરબીના વીસીપરામાં પણ જુગારની રેડ કરી હતી ત્યાંથી ચાર જુગારી ૨૫૬૦ ની રોકડ સાથે પકડાયા છે

માળીયા મિયાણામાં જુના બસ સ્ટેશન પાછળ તળાવની પાર પાસે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ફતેમામદ તાજમહમદભાઇ જામ, સાવદીનભાઇ હૈદરભાઇ માણેક અને ફારૂકભાઇ હનીફભાઇ માલાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૧૧,૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી

ચાર જુગારી

મોરબી વીસીપરામાં આવેલા ચાર ગોદામ પાછળ જાહેર રોડ ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે હેમુભાઇ બાબુભાઇ ગણેશીયા, કેશુભાઇ પોપટભાઇ પીપળીયા, ગોવિંદભાઇ ટપુભાઇ અઘારીયા અને મહેશ ઉર્ફે મયો મુળજીભાઇ ઇટોદરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી રોકડા રૂપીયા ૨૫૬૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી




Latest News