મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

યુક્રેનથી દીકરી હેમખેમ પરત આવતા મોરબીના પરિવારે પીએમ-સીએમ કેરમાં આપ્યું ૩૨,૦૦૦ નું અનુદાન


SHARE







યુક્રેનથી દીકરી હેમખેમ પરત આવતા મોરબીના પરિવારે પીએમ-સીએમ કેરમાં આપ્યું ૩૨,૦૦૦ નું અનુદાન

મોરબીના ત્રાજપર ગામે યુક્રેનથી પરત આવેલ મેડીકલની વિર્ધાથીની શૈલેજા લાલજીભાઇ કુનપરાનુ પરિવારના સભ્યો, ત્રાજપરના આગેવાનો, ભાજપ પરીવારે ઉમળકા ભેર સ્વાગત કર્યુ હતું અત્રે ઉલેખનીય છે કે, શૈલેજાને યુક્રેન રશિયા યુધ્ધના ભયાનક માહોલ વચ્ચે ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ધર સુધી પહોચડવામાં આવેલ છે ત્યારે તેમના માતા પિતા દ્વારા લાગણી સભર ધડીને ફૂલડે વધાવવામાં આવી હતી તેમજ ભારતમાતાનુ પુજન કર્યુ  હતું ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત સભ્ય તુલશીભાઇ પાટડીયા, અશોકભાઇ વરાણીયા, જગદીશભાઇ બાંભણીયા, બચુભાઇ અમ્રુતિયા તેમજ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મો મીઠું કરાવીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુક્રેનમા ફસાયેલા ભારતીયોને સહીસલામત પહોચાડવા ઓપરેશન ગંગા હાથ ધરી ૧૭૦૦૦ ભારતીયોને પરત લાવવામા આવ્યા છે ત્યારે શૈલેજાના પિતા લાલજીભાઇ કુનપરા દ્વારા સરકાર પ્રત્યે કુ્તજ્ઞતા વ્યક્ત કરી પીએમ કેર ફંડમા ૨૧૦૦૦ અને સીએમ રીલીફ ફંડ ૧૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો




Latest News