વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોને સરકારે કર્યો અન્યાય
SHARE
વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોને સરકારે કર્યો અન્યાય
સરકાર દ્વારા પુરવઠા વિભાગના માધ્યમથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે છે ત્યારે ગત વર્ષે ૩૦૦ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી અને વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ખાતે ખરીદી કેન્દ્ર આપવામાં આવ્યું હતું જેથી ખેડૂતોએ ત્યાં ટેકાના ભાવે ચણા આપ્યા હતા જો કે, આ વર્ષે વાંકાનેર તાલુકાના ૭૦૬ ખેડુતોએ નોંધણી કરવી છે તો પણ વાંકાનેર યાર્ડમાં ખરીદી માટે કેન્દ્ર આપવામાં આવ્યું નથી જેથી કરીને હાલમાં યાર્ડના ચેરમેને રાજ્યના કૃષિમંત્રી તથા ગુજકોમાસોલમાં આ મુદે રજુઆત કરીને કેન્દ્ર આપવામાં આવે તેવી માંગ કરી છે
વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન સકિલ પીરઝાદા દ્વારા રાજ્યના કૃષિમંત્રી તથા ગુજકોમાસોલમાં રજુઆત કરવામાં આવી છે તેમાં તેને જણાવ્યુ છે કે, ૨૦૨૦–૨૧ માં વાંકાનેર તાલુકામાં ૩૦૦ ખેડુતોએ ચણા ટેકાના ભાવે આપવા માટે નોંધણી કરાવેલ હતી ત્યારે કેન્દ્ર આપવામાં આવ્યું હતું જો કે, વર્ષ ૨૦૨૧-૨૨ માં ટેકાના ભાવે ચણા ખરીદવા માટે ખેડૂતોની નોંધણી કરાવવામાં આવી છે તેમાં વાંકાનેર તાલુકામાંથી ૭૦૬ ખેડુતોએ નોંધણી કરવી છે તો પણ વાંકાનેર યાર્ડમાં ખરીદી માટે કેન્દ્ર આપવામાં આવ્યું નથી અને ટંકારામા આવેલ અંજતા જીનીગ મીલમાં ટંકારા અને વાંકાનેર તાલુકાના નોંધાયેલા ખેડુતો માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખેડૂતોને હેરાન થવાની સાથે ખર્ચ પણ વધી જશે જેથી કરીને રાજ્યના કૃષિમંત્રી અને ગુજકોમાસોલને પત્ર લખી માર્કેટ વાંકાનેર યાર્ડ ખાતે ખરીદી કેન્દ્ર ઉભુ કરી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માંગણી કરી છે અને તેઓએ એવું પણ જણાવ્યુ છે કે, વાંકાનેર ખાતે માર્કેટ યાર્ડ હોવા ખરીદી કેન્દ્ર ફાળવેલ નથી અને ટંકારા ખાતે માર્કેટ યાર્ડ ન હોવા છતા પ્રાઈવેટ જગ્યામાં ખરીદી કેન્દ્ર ફાળવેલ છે જે સરકારની ગાઈડલાઈનનો ભંગ છે. આ ઉપરાંત કલેકટર, જીલ્લા ખેતીવાડી અધીકારી, જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીને રુબરુ મળી રજુઆતો કરી છે. તેમજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ પણ કૃષિમંત્રીને લેખીત રજુઆત કરી છે. આજરોજ યાર્ડની બોર્ડ મીટીગમાં આ અંગે ચર્ચા કરવામા આવી હતી અને સર્કયુલર ઠરાવ કરી વાંકાનેર યાર્ડ ખાતે ચણાનુ ખરીદ કેન્દ્ર આપવાની માંગણી કરવામાં આવી છે.