મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે


SHARE









મોરબીમાં કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે

મોરબીમાં નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્રારા આગામી રવિવારના રોજ ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર નજીક સવારે ૮:૩૦ થી બપોરે ૧ સુધી મલેશિયન સાગ, એરિકા પામ, મધુકામીની, મધુનાસી, બિજોરા, બીગોનીયા, ફણસ, નાગરવેલ વગેરે રોપાના રૂ.૨૦ લેખે અને તે ઉપરાંત પણ ઘણા બધા ફૂલછોડનું રાહત દરે વિતરણ થશે.

વિવિધ જાતના ફૂલછોડ તેમજ ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી, લીલા નાળિયેર (ત્રોફા),બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપા, બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેશી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે.નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનિયા, જાસૂદ, મરી, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતી, લીલી, ખટુંબરા વગેરેના રોપાના રૂ.૨૦ લેખે ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપા વગેરે રાહત દરે મળશે.એલોવેરા જેલ, એલોવેરા જ્યુસ, બોડી લોસન, ગ્લિસરીન સાબુ, દાબેલા મગ અને ચણા, હળદર દાડીયા, આંબળા રસ, રાજસ્થાની મહેંદી, છાસ મસાલા, વિવિધ જાતની અગરબત્તીઓ અને સપ્તચુંર્ણ,વિવિધ જાતના કઠોળ અને દાળ, ફીંડલા સરબત, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, કોડિયા, ચકલીઘર, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, કાશ્મીરી લસણ, વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર, વિવિધ સૂપ પાવડર, વિવિધ સરબતના પાવડર, વિવિધ શાકભાજીના બિયારણ, ગૌ ઉત્પાદન જેમાં ધૂપ સ્ટિક, કોળિયા, અળાયા, ગોનાઇલ અને વિવિધ જાતના અનાજ, અળસીયાએ બનાવેલ ખાતર (૧ કિલોના રૂ.૨૦ લેખે) નું વેચાણ થાય છે.આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને નવરંગ નેચર ક્લબ સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા કરી આપે છે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News