મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઇ


SHARE







મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઇ

મોરબી રોટરી ક્લબ અને મોરબી વિનય કરાટે એકેડમી દ્વારા મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ૮ થી ૧૩ માર્ચ સુધી કોમ્યુનિટી હોલ ખાતે “વુમન્સ પાવર સેલ્ફ ડિફેન્સ” ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. ત્યારે વાલજીભાઈ ડાભી દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. અને મહર્ષિ કરાટે એકેડમી રાજકોટના હેડ કોચ નયનભાઈ ચાવડા તથા ગોરખભાઈ દ્વારા બહેનોને સેલ્ફ ડિફેન્સની એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગના છેલ્લા દિવસે રોટરી ક્લબ મોરબી દ્વારા લેડી પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન દુર્લભજીભાઈ ભૂતનું રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ બહેનોને રોટરી ક્લબ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા ભૂમિબેન ભૂતના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ મોરબી પ્રેસિડેન્ટ બંસી શેઠ, સેક્રેટરી રસિદા લાકડાવાલા, રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ)  તથા વિનય કરાટે એકેડમીના હેડ કોચ વાલજીભાઈ ડાભીએ જહેમત ઉઠાવેલ હતી




Latest News