હળવદ અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ : ૪૯,૪૮૦ ના મુદામાલ સાથે ૧૦ જુગારી પકડાયા, ચારની શોધખોળ
SHARE
હળવદ અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ : ૪૯,૪૮૦ ના મુદામાલ સાથે ૧૦ જુગારી પકડાયા, ચારની શોધખોળ
હળવદ અને વાંકાનેરમાં પોલીસ દ્વારા જુગારની જુદી-જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૦ જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા હતા અને ચાર જુગારીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
હળવદના ગોરી દરવાજા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી જોકે પોલીસે જુગાર રમતા અશોકભાઈ રણછોડભાઈ મુંધવા (૨૮) અને નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણા (૩૨) નામના બે શખ્સની ૧૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા કમલેશભાઈ શામજીભાઈ કોળી, નિલેશભાઈ પ્રજાપતિ અને સુરેશ ચંદુભાઈ કોળી નામના ત્રણ જુગારીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
હળવદમાં જોગણી માતાજીના મંદિરથી આગળના ભાગમાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા સોમાભાઇ મેરૂભાઇ મકવાણા (૩૫), રમેશભાઇ જેશીંગભાઇ જરવલીયા (૩૩), દિનેશ ઠાકરશીભાઇ ઝીંઝુવાડીયા (૪૦), કિશોર હિરાભાઇ ગોહીલ (૩૪) અને વીરા વલીમમદ જેડા (૨૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧,૫૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારની અંદર વરલી જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા નુરમામદભાઈ ગુલામભાઈ જેડા (૨૨), નીજામુદીનભાઈ અબ્દુલભાઈ મુલતાની (૨૭) અને કેસરખાન મહંમદભાઈ પઠાણ (૪૮) રહે. બધા જ મીલપ્લોટ વાળા રોકડા રૂપિયા ૧૫૨૦૦ અને ત્રણ મોબાઈલ મળીને કુલ ૨૬૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને તેઓની પાસેથી નરેશભાઈ કોળી રહે.મીલપ્લોટ ડબલ ચાલી વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.