મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્ય નગરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનના ઘરમાં તોડફોડ : સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE







વાંકાનેરના આરોગ્ય નગરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનના ઘરમાં તોડફોડ : સામસામી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા યુવાનને પાંચેક વર્ષ પહેલા થયેલ ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તે વિસ્તારની અંદર રહેતા પિતા-પુત્ર તેના ઘરે આવ્યા હતા અને ઘરની અંદર ઘારિયું અને પથ્થર લઇને આવીને બારી, એક્ટિવા અને અન્ય ચીજ વસ્તુઓમાં નુકસાન કર્યું હતું અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેવી રીતે સમાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર આરોગ્યનગર વિસ્તારની અંદર રહેતા ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા જાતે દરબાર (૩૭)એ તે વિસ્તારની અંદર જ રહેતાં રાજદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલા અને જયેન્દ્રસિંહની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી રાજદીપસિંહના પિતા સાથે પાંચેક વર્ષ પહેલાં ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને રાજદીપસિંહ ઝાલા અને જયેન્દ્રસિંહએ ગાળો આપી હતી અને ત્યારબાદ રાજદીપસિંહ ઝાલા હાથમાં ધારિયું અને પથ્થર લઇને તેના ઘરની અંદર આવ્યા હતા અને તેના ઘરની બારી, એકટીવા અને નળિયામાં નુકસાન કર્યું હતું તેમજ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રાજદીપસિંહ અને તેના પિતાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે તો સામાપક્ષેથી જયેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉંમર ૬૬)એ ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી સાથે ૨૫ દિવસ પહેલા માથાકુટ થઇ હતી જે બાબતનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં આવીને આરોપી ગાળો બોલતા હતા અને ત્યારે હાથમાં કુહાડી અને તલવાર લઈને નીકળ્યા હતા જેથી હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરુ કરી છે.




Latest News