મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરગેટ પોલીસ ચોકી પાસેથી ૫૮ બોટલ દારૂ ભરેલી અર્ટીંગા સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







 

મોરબીમાં લખધીરગેટ પોલીસ ચોકી પાસેથી ૫૮ બોટલ દારૂ ભરેલી અર્ટીંગા સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીમાં લખધીરગેટ પોલીસ ચોકી પાસેથી ગઇકાલે બપોરના સમયે અર્ટીંગા કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરી હતી તે સમયે કારમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની કુલ ૫૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર સાથે કુલ મળીને ૨.૬૧ લાખનો મુદામાલ કબજે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો કારમાં કયાથી ભરવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં લખધીરગેટ પોલીસ ચોકી પાસેથી ગઇકાલે બપોરના સમયે અર્ટીંગા કાર નંબર જી.જે. ૨૭ એ.એ. ૪૦૨૩ નીકળી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી રેડ લેબલ બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની ૧૧ બોટલ, સિગ્નેચર માસ્ટર બ્લેન્ડર રેર એજેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની ૨૩ બોટલ અને બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કિની ૭૫૦ એમ.એલ. ની ૨૪ બોટલ  મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને ૨,૬૧,૨૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલ આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો જસાભાઇ ડોડીયા જાતે રાજપુત (ઉ.૩૨) રહે. ખમીયાણા રોડ, ગોકુલનગર, ૩૪ સુરેંદ્રનગર અને ભાવેશભાઇ નીરૂભાઇ જાદવ જાતે સતવારા (ઉ.૩૦) રહે. બોનીપાર્ક,  રૂદ્રાક્ષ એપાર્ટમેંટ, ૨૦૪ રવાપર રોડ, મોરબી મુળ નરશીપરા, મુનકાનીવાડી, સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે

વરલી જુગાર

મોરબીના  સાવસર પ્લોટમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં વરલીના આંકડા લેતા લાભુભાઇ કાનજીભાઇ અઘારા પટેલ (ઉ.૬૪) રહે. શનાળા રોડ સ્કાયમોલ સામે ભરતનગર-૨ મોરબી મુળ જેતપર વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૩૭૩૦ રૂપિયાની રોકડ કબ્જે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News