મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાના ગાળામાંથી ચીલઝડપ કરેલ સોનાના ચેન-પેન્ડલની ખરીદી કરનાર સોનીની ધરપકડ


SHARE











મોરબીમાં વૃદ્ધાના ગાળામાંથી ચીલઝડપ કરેલ સોનાના ચેન-પેન્ડલની ખરીદી કરનાર સોનીની ધરપકડ

મોરબીના ઋષભનગરમાં વૃદ્ધા તેના ઘર પાસે બેઠા હતા ત્યારે તેઓએ પોતાના ગાળામાં સોનાનો ચેન પેન્ડલ સાથે પહેર્યો હતો અને કોઈ અજાણ્યો શખ્સ વૃદ્ધના ગાળામાં પહેરાલા સોનાના ચેનની ચીલઝડપ કરીહતી ત્યારે ચેન તૂટી જવાના કારણે અડધો ચેન અને સોનાનું પેન્ડલ આરોપીના હાથમાં આવી ગયું હતું જેથી ૭૬ હજાર રૂપીયાની કિંમતના સોનાના ચેન અને પેન્ડલની ચોરી કરવામાં આવી હોવાની વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ચોરીના દાગીનાની ખરીદી કરનારા સોનીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઋષભનગર-૩ માં રહેતા લાભુબા પ્રવીણસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૬૫) થોડા દિવસો પહેલા પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ મોપેડ ઉપર ત્યાં આવ્યો હતો અને તેને વૃદ્ધાએ પોતાના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી જેથી ચેન તૂટી ગયો હતો અને અડધો ચેન તેમજ પેન્ડલ લઈને આરોપી નાશી ગયો હતો જેથી વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે તેઓએ પોતાના ગાળામાં ત્રણ તોલાનો સોનાનો ચેન અને પેન્ડલ પહેર્યું હતું જેની આરોપીએ ચીલ ઝડપ કરી હતી અને ચેન તૂટી જવાથી અડધો ચેન અને સોનાનું પેન્ડલ લઈને આશરે દોઢ તોલા જેટલા સોનાની ચોરી કરવામાં આવી હતી જેથી ૭૬૦૦૦ ના સોનાની ચોરી થઈ હોવાની અજાણ્યા શખ્સો સામે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અગાઉ ચોરી કરનાર આરોપી શક્તિ ઉર્ફે ટબૂડી વિનુભાઇ સોલંકી રહે, મનહરપરા ભાવનગર રોડ, રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં ચોરીના આ બનાવમાં પોલીસે ચોરાઉ માલની ખરીદી કરનારા સોની વેપારી રાજેશ ઉર્ફ રાજૂ કનૈયાલાલ લોઢીયા જાતે સોની (૩૮) રહે, હાથીખાના મેઇન રોડ રાજકોટ વાળાની બી ડિવિઝનના પીએસઆઈ એલ.એન.વાઢિયાએ ધરપકડ કરેલ છે.






Latest News