મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર રહેતી પરિણીતએ કરેલા આપઘાતની તપાસ શરૂ


SHARE







મોરબીના વાવડી રોડ ઉપર રહેતી પરિણીતએ કરેલા આપઘાતની તપાસ શરૂ

મોરબી પાલિકાના મહિલા સદસ્યની પરિણીત દીકરી વાવડી રોડ ઉપર રહે છે તેને પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઈને ગઇકાલે આપઘાત કરેલ હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી માટે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર જીવન જયોત સોસાયટીમાં રહેતી પાલિકાના મહિલા સભ્ય ભાનુબેન નગવાડિયાની પરિણીત દીકરી રશમિતાબેન પ્રણવભાઈ વ્યાસ (૨૭) રહે, વાવડી રોડ મોરબી વાળીએ પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો આ બનવાની જાણ થતાં સમાજના લોકો તેમજ રાજકીય આગેવાનો મોરબી સિવિલે દોડી આવ્યા હતા આ કેસની તપાસ કરતાં પીએસઆઈ એમ.પી.સોનારા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતુ કે પરિવારિક બોલાચાલી બાદ આવેશમાં આવીને પરિણીતાએ આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે જો કે, હજુ સુધી મૂતક યુવતીના માવતર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને પરિણીતાએ કયા કરણોસર આપઘાત કરેલ છે તેની તપાસ ચાલુ કરેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના નવા માલણીયાદ ગામે રહેતો અને ગામ નજીકથી બાઈક લઈને જઇ રહેલ કલ્પેશ પ્રભાતભાઈ દાદરેચા નામના ૧૮ વર્ષીય યુવાનના બાઇકની આડે અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને કલ્પેશ દાદરેચાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે સંતોષ વડાપાઉં નજીક થયેલ મારામારીના બનાવમાં અનિલ રતનજીભાઈ કાંજીયા જાતે પટેલ નામના ૩૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.તેમજ મોરબીના કંડલા બાયપાસ કામધેનું પાસેની સરકારી આવાસ યોજનામાં રહેતા શબાનાબેન યુનુસભાઈ કીસમાણી નામની ૩૫ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણીને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના રાપર ગામે સીમ વિસ્તારમાં રમેશભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતાં જમીલાબેન લક્ષ્મણભાઈ નાયકા જાતે આદિવાસી નામની ૨૨ વર્ષીય મહિલાએ કોઇ કારણોસર ખડ બાળવાની દવા પી લેતા તેણીને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી વીરભદ્ર ભરતભાઈ ચૌહાણ નામના ૨૫ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીમાં બા ની વાડી પાસે રહેતો રાજેશ ખીમજીભાઈ વરમોરા નામનો ૪૩ વર્ષીય યુવાન વાવડી રોડ ઉપર વિનાયક હોલ નજીકથી બાઇક લઇને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રાજેશ વરમોરાને સારવારમાં ખસેડાયો હતો.




Latest News