મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામો ઓગસ્ટ સુધીમાં પૂરા કરવા મંત્રીની તાકીદ
SHARE









મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામો ઓગસ્ટ સુધીમાં પૂરા કરવા મંત્રીની તાકીદ
મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના હાજર રહ્યા હતા અને પાંચેય તાલુકા પંચાયત વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં કુલ મળીને સવા છ કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા અને આગામી ઓગસ્ટ માસ સુધીમાં તે કામ પૂરા થાય તેવી તાકીદ પણ જવાબદાર અધિકારીઓને કરવામાં આવેલ છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને હાલમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સરકારમાંથી જુદી જુદી ગ્રાન્ટ લઈને વિકાસ કામોને આગળ વધારવામાં આવી રહ્યા છે તેવામાં આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય મહમદજાવેદ પીરજાદા તેમજ કલેકટર અધિકારીઓની હાજરીમાં આયોજન મંડળની બેઠક મળી હતી જેમાં જિલ્લાના પાંચેય તાલુકા પંચાયતના વિસ્તારો તેમજ નગરપાલિકા વિસ્તારમાં સવા છ કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આ કામ સારા બને તેમજ સમયસર બને તે માટે થઈને જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આગામી ઓગસ્ટ માહિનામાં આ કામને પૂરા કરવા માટે થઈને મંત્રી દ્વારા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે
