મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામો ઓગસ્ટ સુધીમાં પૂરા કરવા મંત્રીની તાકીદ
મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો
SHARE









મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધો. ૬ થી ૧૨ ના અભ્યાસ ક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યયનનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ આવકાર્યો છે.
રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા જાહેર કર્યું છે કે, શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે જેથી કરીને આ નિર્ણયને શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ બિરદાવે છે અને બાળકો તેમજ યુવાનોમાં જીવન કેવી રીતે જીવવું, શાસ્ત્રોના વિવિધ વિચારો દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મળે ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે અનુરાગ થાય, પરસ્પર, સંપ-સહકાર અને ભાઈચારાની ભાવના કેળવાય સૌમાં આત્મીયતીનો ભાવ જન્મે અને આ જીવનરૂપી યાત્રા ક્ષેમયુક્ત કુશળ અને મંગલમય બની રહે એવી શુભભાવના સાથે શિક્ષણમંત્રી તેમજ સૌ અધિકારીઓ અને પદાધિકારીઓને તેઓએ અભિનંદન પાઠવ્યા છે.
