મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન


SHARE









મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન

મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ શહેરના જુદાજુદા વિસ્તારમાં રાષ્ટ્રીય કથા રાખવામા આવી છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે ત્યારે દેશભક્તિને ઉજાગર કરતા જુદાજુદા કાર્યક્રમો નગરજનોને જોડાવવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે

૧૯૩૧ની ૨૩ મી માર્ચના રોજ દેશના સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી જેને દેશમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદોની સ્મૃતિમાં તા. ૨૩ થી ૨૭ સુધી દેશભક્તિના જુદાજુદા સ્થળ ઉપર રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે જો કે, ૨૩ તારીખે સાંજે પાંચ કલાકે જીઆઈડીસીથી શરૂ થઈને રત્નકલાના મેદાન સુધી અમરજવાન સ્મૃતિ રેલી યોજવાની છે

વધુમાં માહિતી આપતા મહેશભાઇ ભોરણીયાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય કથાનું આયોજન આ એક જ જગ્યાએ ન કરીને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર એક એક દિવસ કથા યોજાશે જેમાં તા ૨૩ ગ્રીનસીટી રમકો બંગલો સામે, તા ૨૪ કાશી વિશ્વનાથ મંદિર આલાપ પાર્ક, તા ૨૫ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ, તા ૨૬ પંચાસર રોડ રાજનગર મહાદેવ પાન પાસેનું મેદાન અને તા ૨૭ ના રોજ સુભાષનગર ગરબી ચોકમાં આ રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરજનોએ તેનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે




Latest News