મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં ઓમશાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ દ્વારા નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ યોજાયો

રોટરી ક્લબ ઓફ મોરબી અને રોટરી ક્લબ ઓફ હળવદના સંયુક્ત ઉપક્રમે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (અમદાવાદ) ના સૌજન્યથી તા.૨૦ ના રોજ નિ:શુલ્ક શ્રવણ યંત્ર વિતરણ કેમ્પ ઓમશાંતિ વિદ્યાલય ખાતે ગોઠવવામાં આવેલ.જેમાં મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના બહેરાશ વાળા ૨૦૦ થી વધુ ભાઈઓ તથા બહેનોએ આ કેમ્પનો લાભ લીધેલ.આ કેમ્પમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના વાઇસ ચેરમેન લલિતભાઈ જૈન તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને તેઓ દ્વારા મશીનમાં ધ્વની સેટ કરીને દર્દીઓને પહેરાવવામાં આવ્યા હતા. ઓડિયોલોજીસ્ટ ડો.મંજય યાદવ, ડો.બ્રિજેશ પી. યાદવ, ડો.હિમાંશુ બી. યાદવ એ સેવા આપેલ.આ તકે હળવદ રોટરી ક્લબમાંથી રાજેન્દ્રસિંહ રાણા,  ગોપાલભાઈ ઠક્કર, નરભેરામભાઈ મેરજા તથા ગજેન્દ્રભાઈ મોરડિયા ઉપસ્થિત રહેલ.આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં રોટરી ક્લબ મોરબીના અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, સિદ્ધાર્થભાઈ જોશી, રવિનભાઈ આશર, રસેશભાઈ મહેતા, ડો.પરાગભાઈ પારેખ, અમિતભાઈ પટેલ, મનુભાઈ પટેલ, કિશોરસિંહ જાડેજા, રાજવીરસિંહ સરવૈયા, સંજયભાઈ છનિયારા, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ ગોસ્વામી, નિસર્ગ પટેલ, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસીદાબેન લાકડાવાલા કૈલાસબેન મહેતા, પૂજાબેન મહેતા તથા યુવા આર્મી ગ્રુપના  લતાબેન પનારા, ચાંદનીબેન મણિયાર તથા ઈન્ટરેક્ટ ક્લબ ઓફ મોરબીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News