હળવદના સાપકડા ગામે વીજ કરંટ લગતા ગાયનું મોત : દેશીદારૂની ચાર રેડમાં ઢગલાબંધ દારૂ પકડાયો
હળવદનાં ખેતરડી ગામે જમીન ઉપર દબાણ કરનારા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
SHARE
હળવદનાં ખેતરડી ગામે જમીન ઉપર દબાણ કરનારા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
મોરબી નજીકના ભડીયાદ ગામે રહેતા યુવાનના નાનાને સરકાર તરફથી સંથાળીમાં આપવામાં આવેલ જમીન ઉપર ત્રણ શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે અને જમીન પચાવી પાડવામાં આવે છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ ગામે રામદેવનગરમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ઇન્દરીયા (૨૭)એ મૈયાભાઈ પેથાભાઈ ભરવાડ, જગાભાઈ વહાભાઈ ભરવાડ અને લાલાભાઈ વીરાભાઇ ભરવાડ રહે. બધા ખેતરડી ગામ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ નાના અંબિકાપ્રસાદને ખેતરડી ગામે સીમ સરવે નંબર ૧૮૩ પૈકીની જમીન ચો.મી. ૩-૬૨-૨૦ સરકાર તરફથી સંથાળીમાં મળેલ હતી જે જમીન શ્રી સરકાર થઈ ગયેલ છે અને તે જમીનનું ફરિયાદી યુવાન પાસે કુલમુખત્યારનામું છે આ જમીન પર આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી જમીન ઉપર આજ દિવસ સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ છે અને જમીન પચાવી પાડેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દેશી દારૂ
મોરબી તાલુકાના જાંબુડિયા પાસે સિરામિકની પાછળના ભાગમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી કુલ મળીને ૮૮ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૭૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાંથી કરણ રમેશભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૩) રહે. કબીર ટેકરી શેરી નંબર-૩ મોરબી તેમજ રફિકભાઈ ઈસ્માઈલભાઈ દાવલિયા જાતે પીંજારા (૪૨) રહે કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી આરતીબેન સંજયભાઈ અગેચાણીયા જાતે કોળી રહે. માળીયા ફાટક ચોકડી સમર્પણ હોસ્પિટલ પાછળ વાળીનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
૨૨૨ લિટર દેશી દારૂ
વાંકાનેર તાલુકાના માટેલ ગામે મંદિરની સામેની શેરીમાં ચકુભાઈ ઉર્ફે દેવાભાઈ અરજણભાઈ ધેણોજા ના ઘર પાસે પડેલ સ્વીફ્ટ કારને ચેક કરવામાં આવતા તેમાંથી ૨૨૨ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૪૪૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયાની કાર નંબર જીજે ૩૬ એલ ૦૫૦૬ ને કબજે કરે છે આમ કુલ મળીને ૩,૦૪,૪૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જો કે, આરોપી હીરાભાઈ અરજણભાઈ ધેણોજા રહે. માટેલ વાળા હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
વરલી જુગાર
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે તળાવની પાસે ગૌશાળા નજીક વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ભરતભાઈ જગજીવનભાઈ કૈલા જાતે પટેલ (48) રહે. ખાખરેચી વાળો વરલી જુગાર ના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી રોકડ અને ફોન એમ કુલ મળીને ૫૪૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.