મોરબીમાં આજે સિંધી સમાજમાં ઉજવાશે નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતી, શોભાયાત્રા-મહાપ્રસાદ
મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ
SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ
મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા અહિંના પરશુરામધામ ખાતે શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.હળવદના સુવિખ્યાત ગ્રુપના સભ્યોની મધુરવાણીનો સૌ કોઈએ શિવ મહીમાનો લાભ લીધો હતો.સાથે સાથે મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા અને મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા મોરબી તાલુકા બ્રહ્મસમાજની ટિમની વરણી પણ કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે કૌશિકભાઈ વ્યાસની અને મહામંત્રી તરીકે હરીશભાઈ પંડ્યાની તેમજ ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ વ્યાસ, યગ્નેશભાઈ ભટ્ટની, ખજાનચી તરીકે ભાવિનભાઈ પંડ્યાની, મંત્રી તરીકે મંથનભાઈ ત્રિવેદી અને જનાર્દનભાઈ દવેની તેમજ મીડિયા ઇન્ચાર્જ તરીકે હર્ષિલભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, નરેન્દ્રભાઈ મેહતા, નીરજભાઈ ભટ્ટ, એડ.જગદીશભાઈ ઓઝા, અમિતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકર, રવિન્દ્રભાઈ ત્રિવેદી, બાબુભાઈ રાજગોર નલિનભાઈ ભટ્ટ તેમજ બોહળી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાન ઉપસ્થિત રહયા હતા.
