મોરબીના પરશુરામ ધામ ખાતે શિવ મહિમ્ન પાઠ ; હોદ્દેદારોની વરણી કરાઈ
મોરબીની મયુર ડેરીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારની મદદ કરશે: પરસોતમભાઈ રૂપાલા
SHARE









મોરબીની મયુર ડેરીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારની મદદ કરશે: પરસોતમભાઈ રૂપાલા
મોરબીની મયુર ડેરીના ચિલિંગ પ્લાનનું આજે કેન્દ્રિય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે, મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મોરબીની મયુર ડેરી છે આજથી પાંચ વર્ષ પહેલા ૫૦૦૦ લિટર દૂધથી શરૂ કરવામાં આવેલ આ ડેરી દ્વારા આજની તારીખે મહિલાઓ દ્વારા દૈનિક ૧.૮૬ લાખ કિલો દૂધનું સંપાદન કરવામાં આવે છે અને પશુપાલકોને ખૂબ જ શરૂ વળતર આપવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં આ સંઘ દ્વારા અમુલની જેમ નામના મેળવે તેના માટે શુભકામના પાઠવી હતી તેમજ કેન્દ્ર સરકાર આ સંઘના વિકાસ માટે તમામ પ્રકારની મદદ કરશે તેવી ખાતરી આપી હતી
મોરબીમાં પંચાસર રોડ ઉપર મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મયુર ડેરીનો ચિલિંગ પ્લાન તૈયાર કરવામાં આવેલ છે જેનું લોકાર્પણ કેન્દ્રના પશુપાલન વિભાગના મંત્રી પરષોતમભાઈ રૂપાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તે લોકોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જો કે, વર્ષ ૨૦૧૫ માં મયુર ડેરીને ૯૭ દૂધ મંડળી અને ૫૦૦૦ લિટર દૂધ સાથે શરૂ કરવામાં આવી હતી જો કે, આજની તારીખે ૨૯૬ દૂધ મંડળીનો તેની સાથે જોડાયેલ છે અને દૈનિક ૧.૮૬ લાખ કિલો દૂધનું સંપાદન કરે છે
ત્યારે આ મહિલા સંચાલિત દૂધ મંડળી દ્વારા કરવામાં આવત્યિ કામગીરીને કેન્દ્રિય મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ બિરદાવી હતી અને આગામી દિવસોમાં આ સંઘ અમુલની જેમ નામના મેળવે તેના માટે શુભકામના પાઠવી હતી સાથો સાથ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બને તેના માટે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી તેમણે આપી હતી અને મોરબીના મહિલા સંચાલિત સંઘને તેમજ પશુપાલકોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે તેમણે આહ્વાન કર્યું હતું અને ખાસ કરીને ટકોર કરી હતી કે મહિલાઓ પશુપાલનના વ્યવસાયથી દૂર થાય છે માટે હાલમાં કુપોષણ સહિતના પ્રશ્નો ઊભા થયા છે તેવા સમયે જગયા ત્યાથી સવાર સમજીને પ્રકૃતિક ખેતી અને પશુપાલનને સારી રીતે અપનાવવામાં આવે તો અનેક પ્રશ્નોનું સમાધાન થઈ શકે તેમ છે
