માળીયા (મિં)ના જુના ઘાંટીલાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ૯૮,૭૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
માળીયા (મિં)ના જુના ઘાંટીલાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો ૯૮,૭૦૦ ની રોકડ સાથે પકડાયા
માળીયા મિયાણાં તાલુકાના જુના ઘાંટીલા ગામે સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી ૯૮,૭૦૦ ની રોકડ કબ્જે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામે કોઠારીયાની સીમમાં આવેલ અંબારામભાઈ છનીયારાની વાડી પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી માળિયા તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા પ્રવીણભાઈ બેચરભાઈ ભોરણીયા, પિયુષભાઈ લાલજીભાઈ વિઠલાપરા, ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા, દિનેશભાઈ બાબુભાઈ લોલાડીયા, વિપુલભાઈ કાનજીભાઈ ગડેસીયા, ઘનશ્યામભાઈ હરીશભાઇ ગઢવી અને અંબારામભાઈ ગાંડુભાઈ છનીયારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૯૮,૭૦૦ ની કિંમતની રોકડ કબ્જે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જશુબેન વિનોદભાઈ સારલા નામના ૩૨ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે હળવદના માર્કેટિંગ યાર્ડ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જસુબેન સારલાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જયારે હળવદના શર્માફળી વિસ્તારમાં રહેતા ઇશીતાબેન જયેશભાઈ રાવલ નામની ૧૨ વર્ષીય બાળકી બાઇકમાંથી પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાઇ હતી.તેમજ હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતો પ્રવિણભાઇ શીવાભાઈ ઇંદરીયા નામનો ૨૬ વર્ષીય યુવાન બાઇક લઇને વાડીએથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત થવાથી પ્રવિણ શીવા ઇંદરીયાને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો બનાવની પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ વિસ્તારનો હોય મોરબી પોલીસે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.