ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

હળવદ હાઇવે ઉપર ટ્રકે એસટી બસને હડફેટે લેતા સરકારી વાહનમાં નુકશાન


SHARE













હળવદ હાઇવે ઉપર ટ્રકે એસટી બસને હડફેટે લેતા સરકારી વાહનમાં નુકશાન

માળીયા હળવદ હાઇ વે રોડ આસ્થા કંપનીના બોર્ડ નજીકથી એસટી બસ પસાર થતી હતી ત્યારે ટ્રક ટેઇલરના ચાલકે તેને હડફેટે લીધી હતી જેથી કરીને એસટી બસમાં નુકશાની થઈ હતી માટે બસના ડ્રાઇવરે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ટ્રક ટેઇલરના ચાલકને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાનાં સુલીયાત ગામના રહેવાસી અને હાલમાં સુરત સીટી મેઇન બસ સ્ટેન્ડના સ્ટાફના કવાર્ટરમાં રહેતા ભારતસિંહ સોમાભાઇ ડામોર જાતે આદીવાસી (ઉ.વ. ૪૪)એ હાલમાં ટ્રક ટેઇલર નંબર જીજે ૧૨ બીટી ૩૮૫૮ ના ચાલકની સામે એસટી બસમાં નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા હળવદ હાઇ વે રોડ આસ્થા કંપનીના બોર્ડ નજીકથી તે પસાર થતાં હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક ટેઇલર નં જી.જે.૧૨.બી.ટી. ૩૮૫૮ ગફલતભરી રીતે ચલાવીને તેઓના હવાલા વાળી સરકારી એસ.ટી.બસ નં જીજે ૧૮ ઝેડ ૩૧૮૩ ની સાથે ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને એસ.ટી. બસમાં નુકશાની થયેલ છે હાલમાં એસટી ડ્રાઈવરની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News