હળવદ હાઇવે ઉપર ટ્રકે એસટી બસને હડફેટે લેતા સરકારી વાહનમાં નુકશાન
મોરબીના મકરાણીવાસમાં મિત્રનું બાઈક લેવા ગયેલા યુવાન ઉપર પાઇપ વડે હિમલો, બાઈકમાં પણ તોડફોડ
SHARE
મોરબીના મકરાણીવાસમાં મિત્રનું બાઈક લેવા ગયેલા યુવાન ઉપર પાઇપ વડે હિમલો, બાઈકમાં પણ તોડફોડ
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગેબનસાબાપુની દરગાહ પાસેથી બાઈક લઈને જતા યુવાનને અટકાવીને તેની ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાઇકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જેથી યુવાનને સારવારમાં લઇ જવાતા સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા મકરાણીવાસમાં ગેબનસા બાપુની દરગાહ પાસે બનેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી શકીલ મહેબુબ વિકિયા સંધિ (૨૧) રહે.હાલ આસ્વાદ પાન વાળી શેરીમાં નુરાભાઈ ચક્કીવાળાના મકાનમાંને સારવાર માટે લઇ જવાયો હતો. સારવાર લીધા બાદ શકીલે મતવાવાસ વિસ્તારમાં રહેતા મંજૂરહુશેન ઇકબાલ જીંદાણી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાના મિત્ર રમીઝ દલનું બાઈક લેવા માટે મકરાણીવાસ વિસ્તારમાં ગયો હતો અને ત્યાંથી તે બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઇકને અટકાવીને શકીલને ગાળો દેવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના પાડતાં સામેવાળા મંજૂરહુશેન જીંદાણીએ તેની પાસે રહેલ પાઇપ વડે શકીલના માથાના ભાગે ઇજા કરી હતી તેમજ મંજુરહુશેને શકીલ પાસે રહેલ બાઈકમાં પણ પાઇપ ફટકારીને બાઈકમાં નુકસાની કરી હતી તેમજ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. હાલ શકીલ વિકિયાની ફરિયાદ ઉપરથી પોલીસે મંજૂરહુશેન જીંદાણીની સામે ગુનો નોંધ્યો છે જેની તપાસ એચ.યુ.ગોહીલ ચલાવી રહ્યા છે.
ધમકીના બનાવમાં મહિલાની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગામના સરપંચને ધમકી આપનાનો બનાવ બન્યો હતો જેમાં સરપંચને ધમકી આપવાના બનાવમાં અગાઉ ત્રણની ધરપકડ થયા બાદ ગઈકાલે ચકમપર (જીવાપર) ના રહેવાસી ગૌરીબેન જેન્તીભાઈ દારોદરા (ઉમર ૫૦) ની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા એહમદ મુસાભાઇ બ્લોચ નામના ૩૫ વર્ષના યુવાનને સામેકાંઠે જ આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલની પાછળ થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. જ્યારે માળિયા-મિંયાણાના જુના ઘાંટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકુભાઈ ચાવડા નામના ૫૦ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે અણીયારી ચોકડી પાસે તેમના બાઇકની આડે બળદ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઈજાઓ થવાથી કેશવજીભાઇને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”