મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિધાનસભાની તૈયારીના ભાગરૂપે તાલીમ શિબિર યોજાઇ
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સાંસદ વિનોદભાઇ ચાવડા સહિતનાએ કર્યો નોટોનો વરસાદ
SHARE
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સાંસદ વિનોદભાઇ ચાવડા સહિતનાએ કર્યો નોટોનો વરસાદ
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ચાલતી રામકથા હનુમાન જયંતીના દિવસે પૂર્ણ થઈ હતી અને છેલ્લા દિવસે રાતે ત્યાં કિર્તીદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સમગ્ર જિલ્લા ઉપરાંત અન્ય આસપાસના જિલ્લાઓમાં પણ લોકો કિર્તીદાન ગઢવીના ડાયરાની મોજ માણવા માટે થઈને આવ્યા હતા ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો સહિતના આગેવાનો અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને ડાયરાની જમાવટ થતાની સાથે જ કલાકાર કિર્તીદાન ગઢવી ઉપર ચલણી નોટોનો વરસાદ શરૂ થયો હતો ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ ચલણી નોટોનો વરસાદ કલાકાર કિર્તીદાન ગઢવી ઉપર કર્યો હતો અને આ કથાના મુખ્ય દાતા એવા અજયભાઈ લોરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કિર્તીદાન ગઢવીના ડાયરાથી જે આવક થયેલ છે તમામ રકમ આ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે બનનાર ગૌશાળા અને અન્ય પ્રકલ્પોમાં વાપરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, આ ડાયરામાં ગણતરીની કલાકોમાં જ મોરબી કચ્છના સાંસદ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ કલાકારના ચાહકો સહિતના લોકો વરસી જતા લાખો રૂપિયાનું ભંડોળ એકત્રિત થઈ ગયું હતું