મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સાંસદ વિનોદભાઇ ચાવડા સહિતનાએ કર્યો નોટોનો વરસાદ
મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા લોકોની સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા હતા ત્યારે પાટીદાર સમાજના સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રક્તદાન કરવા માટે આવ્યા હતા આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી સિરામિક સેનેટરી વેર્સના પ્રમુખ કિરીટભાઇ ઓગણજા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પમાં એક રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું અને તેની સાથોસાથ કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા