મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિધાનસભાની તૈયારીના ભાગરૂપે તાલીમ શિબિર યોજાઇ


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિધાનસભાની તૈયારીના ભાગરૂપે તાલીમ શિબિર યોજાઇ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચન મુજબ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનાળા રોડ ઉપર આવેલ શિવ હૉલ ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઇસીસી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદેદારો હાજર રહ્યા હતા આ તાલીમ શિબિરમાં વર્તમાન રાજકીય પરીસ્થિતિ અને પડકારના સંદર્ભમાં તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીને લગતી ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ સંગઠનને મજબૂત બનવા માટે પણ આગેવાનોની સાથે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્ર્મ મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામકૃષ્ણ ઓઝા તેમજ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા, લોકસભા પ્રભારી હીરાભાઈ જોટવા, મોરબીના પ્રભારી અશોકભાઈ ડાંગર, દિનેશભાઈ પરમાર, જસવંતસિંહ ભટી અને તાલીમ ટ્રેનર વગરે ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી લક્ષી  તાલીમ આપી હતી અને સરકારની નિષ્ફળતા અને પ્રજાને પરેશાન કરતી મોઘવારી, બેકારી અને પ્રાથમિક સુવિધાથી વિમુખ પ્રજા બીજેપી શાસનથી પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા અને લોકોને સાથે રાખી આંદોલન કરવા આગેવાનોને આહ્વાન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિરમાં મોરબી જિલ્લામાંથી બહુ મોટી સંખ્યામાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા




Latest News