મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કુલમાં ફી વધારો પાછો ખેચવાની માંગ
SHARE
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કુલમાં ફી વધારો પાછો ખેચવાની માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ અને મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ પ્રાઈવેટ સ્કુલની ફી વધારો પાછો ખેચવા અને ડોનેશન પ્રથા બંધ કરવા એફઆરસી કમીટીમાં વાલી સભ્યનો સમાવેશ કરવા બાબતે મોરબી તાલુકા મંત્રી નરભેરાભાઈ દેસાઈ, મોરબી જીલ્લા સોશિયલ મીડિયા કો.ઈન્ચાર્જ કમલેશભાઈ ફાચરા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા તથા મોરબી તાલુકા આઇ.ટી. ઈન્ચાર્જ લલિત ખરા દ્રારા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.