મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ
SHARE
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને ઓવરબ્રિજની બંન્ને સાઇડમાં સર્વિસ રોડ તેમજ બ્રિજ નીચેથી પસાર થતો રસ્તો ખરાબ છે જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે માટે મોરબી માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક સર્વિસ રોડ સહિતના કામોને પૂરા કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડીયા દ્વારા મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ કરીને હાલમાં ઓવરબ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે ઓવરબ્રિજની બન્ને બાજુએ સર્વિસ રોડ પહોળા બનાવવાની કામગીરી તેમજ બિસ્માર રસ્તાના રીપેર કામ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે અને ઓવરબ્રિજની નીચેના ભાગમાંથી પસાર થવાનો રસ્તો પણ અતિ ખરાબ હોવાના કારણે નાના મોટા અકસ્માતો થાય છે માટે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલા યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી માંગ કરેલ છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશ