મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ
માળીયા (મી) તાલુકા ભાજપ બક્ષીપંચ, અનુસુચિત જાતિ અને કિશાન મોરચામાં હોદેદારોની વરણી
SHARE
માળીયા (મી) તાલુકા ભાજપ બક્ષીપંચ, અનુસુચિત જાતિ અને કિશાન મોરચામાં હોદેદારોની વરણી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને માળીયા(મિં.) તાલુકા બક્ષીપંચ મોરચા, કિશામ મોરચા તેમજ નિમણુંક કરવામાં આવે છે
માળીયા તાલુકા બક્ષીપંચ મોરચોમાં પ્રમુખ ભરતભાઈ ખાંભરા, મહામંત્રી ધનેશ્વરભાઈ વ્યાસ, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ગરચર અને દિનેશભાઈ ખાંભલા તેમજ મંત્રી તરીકે પ્રકાશભાઈ બોરીચા, અરવિંદભાઈ ઉપાસરીયા, વિપુલભાઈ પ્રજાપતિ અને બાબુભાઈ સીસોદીયા અને કોષાધ્યક્ષ તરીકે હિતેષભાઈ સોઢીયાની વરણી કરવામાં આવી છે માળીયા(મિં.) તાલુકા કિસાન મોરચોમાં પ્રમુખ તરીકે નિલેષભાઈ છગનભાઈ સંઘાણી, મહામંત્રી પદે નાથાલાલ ગોવિંદભાઈ ડાંગર, ઉપ પ્રમુખ પદે જગદીશભાઈ રણછોડભાઈ આદ્રોજા અને મંત્રી પદે રમેશભાઈ લાખાભાઈ ખાદા, રામજીભાઈ સવાભાઈ ડાંગર, દિનેશભાઈ બચુભાઈ સોઢીયા, સવાભાઈ રવાભાઈ ડાંગર અને હસમુખભાઈ છગનભાઈ વિડજાની તેમજ કોષાધ્યક્ષ તરીકે રતીલાલ મકનભાઈ ભાડજાની વરણીઓ કરવામાં આવેલ છે. તેમજ માળીયા(મિં.) તાલુકા અનુસુચિત જાતિ મોરચોમાં પ્રમુખ કેશવજીભાઈ ગોવિંદભાઈ ઝાલાની, મહામંત્રી તરીકે અરવિંદભાઈ રાઠોડની, ઉપપ્રમુખ તરીકે કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડા અને મહેશભાઈ ડોગરભાઈ ચાવડા તેમજ મંત્રી તરીકે પ્રવિણભાઈ મનજીભાઈ પરમાર, અમરશીભાઈ દેવજીભાઈ પરમાર, રમેશભાઈ હરીભાઈ ચાવડા અને હકુભાઈ ગજુભાઈ પરમારની તેમજ કોષાધ્યક્ષ પદે વિઠ્ઠલભાઈ કલાભાઈ ચૌહાણની વરણી જીલ્લા ભાજપ પ્રમુખ દ્રારા કરવામાં આવેલ છે.