માળિયા વનાળિયા ગ્રામ પંચાયતના હોદેદારો-હીરાભાઈ ટમારીયાએ લીધી મંત્રીની મુલાકાત
વાંકાનેરના પલાસડી ગામેથી સગીરાનું અપહરણ
SHARE
વાંકાનેરના પલાસડી ગામેથી સગીરાનું અપહરણ
વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પલાસડી ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતાએ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના શક્તિપરા હસનપરમાં રહેતા ધર્મેશભાઇ સુરેશભાઈ પનારાની સામે અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના રાયધ્રા ગામના રહેવાસી ધીરુબેન અશોકભાઈ દેવીપુજક નામના ૫૨ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે માથક ગામની પાસે તેઓનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી ધીરુબેન દેવીપુજકને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના નાના દહીંસરા ગામના રહેવાસી જીવાભાઈ કાસમભાઈ સુમરા નામનો યુવાન ગઇકાલે સાંજના સમયે પથારીમાં કોઈ કારણોસર અચાનક બેભાન થઈને ઢળી પડતાં તેઓને બેભાન હાલતમાં જ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.આ બનાવ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
યુવાન સારવારમાં
હળવદ તાલુકાનાં ચરાડવા ગામે બોરમાંથી મોટર બહાર કાઢતા સમયે ટ્રેક્ટરની પાછળ મોટરને બાંધીને બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાતા વિજયભાઈ ઠાકરશીભાઈ ચાવડા નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.પોલીસે નોંધ કરીને બનાવ હળવદ પંથકનો હોય હળવદ પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.