મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે મંદિરની સામેના ભાગમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન ચોરીના બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કુલથી આગળના ભાગમાં આવેલ બુટાની વાડીમાં રહેતા ભૂરાલાલ પ્રભુભાઈ પરમાર જાતે સતવારા (ઉમર ૩૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૧૭-૪ ના રોજ તેઓ મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે મહાદેવ મંદિરની સામેના ભાગમાં બાઇક લઈને ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઇક જેના એન્જિન નંબર પી.એફ.એક્સ.એમ.ડબલ્યુ.જી ૬૮૯૪૬ ને પાર્ક કરીને મૂક્યું હતું.તે રૂા.૨૦,૦૦૦ ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભુરાલાલ પરમારની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી નૌતમભાઇ રામજીભાઇ ખાંભુ (ઉમર ૫૦) રહે.ઉમિયાનગર મોરબી તેમજ વાઘજીભાઈ લાભુભાઈ સેલાણી (ઉમર ૨૩) રહે.જાંબુડીયા તા.જી.મોરબી નામના બે લોકોને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે નોરબીની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને નૌતમભાઈની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.હાલ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી જેથી વાંકાનેર પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના આનંદનગર વિસ્તાર પાસે આવેલ ગુલાબનગરમાં રહેતો સુમિત સુરેશભાઈ હળવદિયા નામનો ૨૨ વર્ષીય યુવાન શનાળા રોડ ઉપર કોઈ કારણોસર ફિનાઇલ પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી.

 






Latest News