ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો


SHARE







મોરબીના રફાળેશ્વર મંદિર પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સ પકડાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે મંદિરની સામેના ભાગમાં પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

વાહન ચોરીના બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કુલથી આગળના ભાગમાં આવેલ બુટાની વાડીમાં રહેતા ભૂરાલાલ પ્રભુભાઈ પરમાર જાતે સતવારા (ઉમર ૩૨) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે ગત તા.૧૭-૪ ના રોજ તેઓ મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે મહાદેવ મંદિરની સામેના ભાગમાં બાઇક લઈને ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઇક જેના એન્જિન નંબર પી.એફ.એક્સ.એમ.ડબલ્યુ.જી ૬૮૯૪૬ ને પાર્ક કરીને મૂક્યું હતું.તે ૨૦,૦૦૦ ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભુરાલાલ પરમારની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં ચોરાઉ બાઈકની સાથે પોલીસે સુનિલભાઈ રંગૂભાઈ નાગવથી જાતે મદારી (૨૪) આરએચ. ફોરચ્યું પેપર મિલની ઓરડી, રફાળેશ્વર વાળાની ધરપકડ કરવામાં આવી છ






Latest News