મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડ ઉપર બે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: ગુનો નોંધાયો


SHARE













મોરબીના વેજીટેબલ રોડ ઉપર બે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલી યુનિક સ્કૂલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક લઈને ધરમપુર તરફ જતાં યુવાનના બાઇકને બીજા બાઇક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને તે યુવાનને પેટ અને લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ગોકુલ હોસ્પિટલ લઇ જવાયો હતો જો કે, તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ધરમપુર ગામે રહેતો મનહરસિંહ રવિન્દ્રસિંહ તોમર (ઉમર ૨૧) નામનો યુવાન ગુરુવારે  રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નાસ્તો લઈને ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં ધરમપુર-વેજીટેબલ રોડ ઉપર સ્મશાન સામે આવેલ યુનીક સ્કુલની પાસે બાઇક નંબર જીજે ૩ એએફ ૧૫૩૧ ના ચાલકે મનહરસિંહના બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૩૪૧ ને હડફેટે લીધું હતું જેથી કરીને મનહરસિંહને પેટ અને લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રસ્તામાં જ મનહરસિંહનું મોત નિપજ્યુ હતું જેથી આ બનાવમાં મૃતકના પિતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમર (૫૮) દ્વારા અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વધુમાં તપાસ ચલાવી રહેલા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મનહરસિંહ તોમર અપરિણીત હતો અને તે ત્રણ ભાઈઓ છે તેમના પિતા ગ્રીનચોક વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે અને વર્ષોથી મોરબી નજીકના ધરમપુર ગામમાં રહે છે.મૃતક સહીત ત્રણેય ભાઈઓ કુરિયરમાં ડીલેવરી બોય તરીકે કામ કરતા હતા અને ગઈકાલ રાત્રીના તે નવેક વાગ્યે કામ ઉપરથી પરત નાસ્તો લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં વેજીટેબલ રોડ ઉપર યુનિક સ્કૂલ પાસે બાઇક ચાલકે તેને બાઇકને હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું સારવારમાં મોત નીપજયું છે








Latest News