મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી બાઈકની ચોરી


SHARE

















વાંકાનેરના માર્કેટ ચોક પાસેથી બાઈકની ચોરી

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતા યુવાને વાંકાનેરના માર્કેટ ચોકમાં પોતાનું બાઇક પાર્ક કર્યું હતું તે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે.જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયા જાતે કોળી (ઉમર ૩૧) એ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ક્યૂ ૨૨૩૩ વાંકાનેર શહેરમાં આવેલ શાક માર્કેટ ચોક પાસે મણિકણીવાળી શેરીમાં પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થયા બાબતે લાલજીભાઈએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા બાવજીભાઈ ડાયાભાઈ સોલંકી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે લાલપર નજીક આવેલ પાવરહાઉસની પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક વિસ્તારમાં રહેતા કુલદીપ ગેલાભાઈ ખુંગલા નામના ૨૬ વર્ષીય યુવાનને પંચાસર ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. તેમજ શહેરના સામાકાંઠે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ જીવાભાઈ બાલાસરા નામના ૭૫ વર્ષીય વૃદ્ધાને ટંકારાના લજાઈ ગામે આવેલ બસ સ્ટેશનની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર અર્થે સદભાવનામાં ખસેડાયા હતા.

રોડ ઉપરના ખાડા ના લીધે અકસ્માત

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા જીવણભાઈ પુંજાભાઈ પરમાર નામના ૫૩ વર્ષીય આધેડ ધાંગધ્રા તાલુકાના ચરાડી ગામે જતા હતા ત્યારે રસ્તામાં હળવદ નજીક ચરાડવા ગામ પાસે આવેલ કેટી મીલ નજીક તેઓના બાઇકનું વ્હીલ રસ્તા ઉપરના ખાડામાં પડતા તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં ઈજાઓ થતા જીવણભાઈ પરમારને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે રહેતા જુસબ હાસમભાઇ ભટ્ટી નામના ૧૮ વર્ષીય યુવાનને મોરબીના નગર દરવાજા ચોક પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.




Latest News