મોરબીના પાનેલી રોડે સિરામિક કારખાનાની ઓરડીમાં બાળકે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીના પાનેલી રોડે સિરામિક કારખાનાની ઓરડીમાં બાળકે ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં ઓરડીની અંદર સગીર વયના બાળકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સિમોરા સિરામીક નામના કારખાનાની અંદર રહેતા બીનધરભાઈના ૧૫ વર્ષીય દીકરા સુમત એ પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને બાળકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી હતી અને આપઘાતના બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આપઘાત કરી લેનાર બાળકને તેના વર્તનમાં કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને યુવતીના પરિવારજનોએ સબંધ રાખવાની ના પડી હતી જેથી બાળકે આપઘાત કરી લીધેલ છે