મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નિંદ્રાધીન અવસ્થામાં નીચે પટકાતા યુવાનનું મોત


SHARE













મોરબીના લીલાપર રોડે નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નિંદ્રાધીન અવસ્થામાં નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નંદનપાર્કમાં નવા બનતા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળ ઉપર સૂતેલો યુવાન ઊંઘમાં ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ પર આવેલ નંદનવન પાર્કની અંદર ઓપેરા સ્ક્વેર એપાર્ટમેન્ટની સાઇટ ચાલી રહી છે જેમાં ત્રીજા માળ ઉપર મૂળ દાહોદનો રહેવાસી અને હાલમાં સાઇટ ઉપર રહેતો અને કામ કરતો દિપકભાઇ કલસીંગભાઈ પટેલ જાતે આદિવાસી (ઉંમર ૧૯) સુતો હતા ત્યારે બીલ્ડીંગ ઉપરના ત્રીજા માળેથી નિંદ્રાધીન અવસ્થામાં જ તે નીચે પટકાયો હોવાથી તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પ્રવિણભાઇ અભયસિંગ બારીયા જાતે આદિવાસી (ઉ.૨૭) રહે.હાલ ઓપેરા એપાર્ટમેન્ટ મૂળ પંચમહાલ વાળો દવાખાને લઈને આવ્યો હતો અને ત્યારબાદ અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ ધોરીયાણી નામના ૫૧ વર્ષીય આધેડ પીપળી રોડ ઉપર આવેલ મોન્ઝા ગ્રેનાઇટો નામના યુનિટમાં મશીન ઉપર કામ કરતા હતા ત્યારે અકસ્માતે ઇજા થતા તેઓને સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવીને આગળની તપાસ હાથ ધરેલ છે.જ્યારે મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતો અલ્પેશ બાબુભાઈ સુરેલા નામનો ૨૦ વર્ષીય યુવાન લાલપર નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેને પણ સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નરસીભાઈ ગોરધનભાઈ રામોલિયા નામનો ૪૨ વર્ષીય યુવાન ઘરેથી ઢુવા તરફ જતો હતો ત્યારે રસ્તામાં નવા બની રહેલા પોલીસ હેડકવાર્ટરની પાસે તેના બાઇકની આડે કુતરુ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત નરસીભાઈ રામોલીયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના બેલા ગામ પાસે આવેલા ખોખરા હનુમાન નજીક એવેન્જર સીરામીકની પાસેના એસ્ટીસ સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં ઊંચાઈએથી પડી જતા દિવાકર રૂહાભાઈ ખંડાઇ નામના ૪૧ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.








Latest News