મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન


SHARE













મોરબી : સાવરકુંડલામાં યોજાનાર બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના વર્ગમાં જોડાવા આહવાન

સાવરકુંડલાના બાઢડા ગામે આવેલ હાઈસ્કૂલ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાનો બજરંગ દળનો વર્ગ યોજાવાનો છે જેમાં જોડાવા માટે આહવાન કરવામાં આવેલ છે.જેમાઘોડેસવારી, જૂડો કરાટે, લક્ષ્યભેદ, લાઠીદાવ, ઓબસ્ટીકલ, ધનુર્વિદ્યા (તીરંદાજી), રમતો, યોગાસન, ધ્યાન અને સૂર્યનમસ્કાર તેમજ યષ્ટી જેવી તાલીમ લેવા માટે ૧૫ થી ૩૫ વર્ષના યુવાનોને આહવાન કરવામાં આવેલ છે.બજરંગદળનો આ વર્ગ અવશ્ય કરો તેમજ અન્ય યુવાનોને પણ વર્ગ કરવા માટે પ્રેરકરૂપ બનવા જણાવાયેલ છે.આ બજરંગદળનો સૌરાષ્ટ્ર પ્રાંતનો વર્ગ છે જેમાં તમામ જિલ્લામાંથી યુવાનો મોટી સંખ્યામાં જોડાશે જેથી આ એક અવસર સમાન ગણી સંપર્કિત હોય એવા તમામ યુવાનોને જોડવા જણાવાયેલ છે.

આગામી દિનાંક ૧૪ મે શનિવારથી ૨૧ મે શનિવાર સુધી શ્રી એચ. એન.વિરાણી હાઈસ્કુલ, બાઢડા જી.સાવરકુંડલા ખાતે વર્ગ યોજીશે.બજરંગદળની પત્રિકામાં તમામ માહિતી દર્શાવેલ છે જે પૂરી રીતે વાંચી લેવી.તેમજ મોરબીના તમામ ગ્રુપમા જાણ કપીને દરેક યુવાનો સુધી બજરંગદળના આ વર્ગની માહિતી પહોંચાડવા જણાવાયેલ છે.વર્ગમાં  જોડાવા માટે કમલભાઈ દવે મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, મોરબી જીલ્લો (મો.૯૫૯૫૬ ૮૮૮૮૮૮), કૃષ્પભાઈ રાઠોડ બજરંગદળ જિલ્લા સંયોજક (મો.૯૬૮૭૬ ૧૮૦૦૬), કમલેશભાઈ આહીર અઘ્યક્ષ મોરબી શહેર વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૦૯૯૧ ૧૦૦૦૫), ઈશ્વરભાઈ કંજારીયા (નો.૭૦૬૯૩ ૧૨૫૭૫) અથવા પુષ્પરાજસિંહ જાડેજા અઘ્યક્ષ મોરબી ગ્રામ્ય વિશ્વ હિન્દુ પરિષદ (મો.૯૯૭૮૧ ૧૭૧૧૭) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.








Latest News