મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE









મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર, શ્રી રઘુવંશી મહિલા મંડળ, શ્રી દરીયાલાલ જન્મોત્સવ સમિતી, શ્રી દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ,યુવા આર્મિ ગૃપ સહીતની સંસ્થાના અગ્રણીઓ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે
મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા.૨૪ રવિવાર ચૈત્ર વદ નોમ થી તા.૩૦ શનિવાર ચૈત્ર વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવામા આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરી બેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) પોતાના મુખારવિંદેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ રસપાન કરાવી રહ્યા છે આ કથાની પોથીયાત્રા દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબીથી નીકળીને જલારામ પ્રાર્થના મંદિર ખાતે પહોચી હતી
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજા નો જન્મ, શુકદેવજી મહારાજ નુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજાનો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે સ્વ. શોભનાબેન હસમુખરાય પંડિત પરિવાર, જયંતિભાઈ વિરચંદભાઈ પોપટ પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, રમેશભાઈ મણીલાલભાઈ બુધ્ધદેવ પરિવાર, સ્વ.નરશીદાસ દેવકરણભાઈ સોમૈયા પરિવાર, કિર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢી પરિવાર, નરશીભાઈ મોતીભાઈ આહ્યા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, ધર્મેશભાઈ શાંતિલાલ દક્ષિણી પરિવાર, સ્વ.હીરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ. ગોવિંદભાઈ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ પરિવાર, અતુલભાઈ મહેન્દ્રભાઈ કાનાબાર પરિવાર બિરાજમાન થયેલ છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ.રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારો ના સહયોગથી યોજાઈ રહ્યો છે. વધુ માહિતી માટે શ્રી જલારામ મંદિર-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી- મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા અનિલભાઈ સોમૈયા- મો. ૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા જલારામ મંદિર મહીલા મંડળ અને જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે
