મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પ્રતીભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રકિયા હાથ ધરાશે


SHARE













મોરબીમાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પ્રતીભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રકિયા હાથ ધરાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઈડેંટિફિકેશન દ્વારા પ્રતીભાશાળી (યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પસંદગી પ્રકિયાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે આગામી તા.૨૯ ના રોજ બહેનો તથા તા.૩૦ ના રોજ ભાઈઓ માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ રવાપર-ઘુનડા રોડ મોરબી ખાતે સવારે ૭.૦૦ કલાકે કરવામાં આવેલ છે

ખેલ મહાકુંભ ૨૦૨૨ માં તાલુકા કક્ષા અંડર-૧૧ ની ૫૦ મી દોડ તથા સ્ટેડિંગ બોર્ડ જમ્પ ઇવેન્ટ વિજેતા ક્રમ ૧ થી ૮ માં પસંદગી પામેલ કે જેઓ તા.૧-૧-૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે બેટરી ટેસ્ટમાં ૩૦ મીટર (ફ્લાઇંગ સ્ટાર્ટ), સ્ટેન્ડિંગ વર્ટીકલ જમ્પ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ૮૦૦ મીટર દોડ, ૬*૧૦ મીટર શટલ રન, ફોર્વડ, બેન્ડ એન્ડ રીચ અને મેડીસીન બૉલ થ્રો (૧ ક્રી.ગ્રા.) નો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે સિનિયર કોચ રવિકુમાર ચૌહાણ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,મોરબી કચેરી અથવા કન્વીનર વિજયભાઈ ચૌધરી ૯૬૩૮૮૧૭૭૩૮નો સંપર્ક કરી શકાશે  તેમ મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચની યાદીમાં જણાવેલ છે.

 








Latest News