માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE

















મોરબીમાં વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૫/૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધી.વી.સી ટેકનીકલ હાઇસ્કૂલમીટીંગ હોલવી.સી.ફાટક નજીકમોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મંત્રી તથા રાજકીય અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવેલ છે.

મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુકનોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ અને સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએતેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોશાળા છોડ્યાનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફબાયોડાટા ,આધાર કાર્ડ વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા તથા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News