મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ લોકશાળા ખાતે ખેલમહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધા યોજાશે


SHARE









વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ લોકશાળા ખાતે ખેલમહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ ખેલ મહાકુંભમાં કબડીની સ્પર્ધામા ખેલાડીઓ ભાગ લે તે હેતુથી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજૂથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવેલ છે. જે સ્પર્ધાનું મોરબી જિલ્લા કક્ષાનું આયોજન તા.૭ના રોજ ભાઇઓ અને તા.૮ ના રોજ બહેનોની સ્પર્ધા  મોહમ્મદી લોકશાળા – ચંદ્રપુર, તા. વાંકાનેર જિ. મોરબી ખાતે થશે, જેમા તાલુકા કક્ષાએ વિજેતા થયેલ અને દ્વિત્તિય ક્રમે રહેલ ભાઇઓની ટીમે તા.૭ના રોજ સવારે ૦૭:૦૦ થી ૮:૦૦ સુધી તેમજ બહેનોની ટીમે તા.૮ ના રોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ સુધીમાં રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એસ. નાકિયા મો.૯૭૧૪૯૦૪૬૬૯નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવેલ છે.




Latest News