મોરબીમાં જલારામ મંદિરે સર્વપિતૃ મોક્ષાર્થે ચાલતી ભાગવત સપ્તાહમાં ધામધુમથી ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવાયો
મોરબી નજીકથી મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ
SHARE
મોરબી નજીકથી મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ
મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તે ૨૪ સેલની ચોરી કરવામાં આવી છે જેથી ૨૪ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે જે તે સમયે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં આરોપીઓની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડ, તાલુકો જશદણ, કિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા. ૬/૩ ના રાતના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે વાઘજીભાઈ બેચરભાઇની વાડીએ મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના ૨૪ સેલ જેની કિંમત કુલ મળીને ૨૪ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી હતી જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આ ગુનામાં હાલમાં પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડ, તાલુકો જશદણ, કિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ત્રણ શખ્સો ચોરાઉ મુદામાલ અમરેલી જીલ્લામાં સ્થાનિક પોલીસે થોડા સમય પહેલા પકડ્યા હતા તેનો કબ્જો લઈને મોરબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે