મોરબી નજીકથી મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ
વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને ૧.૧૨ લાખની ચોરના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
SHARE









વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને ૧.૧૨ લાખની ચોરના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
વાંકાનેર ચંદ્રપુરમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળા તોડીને ઘરની અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને એક લાખ બાર હજારના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના ચંદ્રપુર વિસ્તારમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મકબલ અબ્દુલભાઇ મેસાણીયા (૩૭) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના બંધ મકાનના તાળા તોડીને અજાણ્યા શખ્સોએ તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખેલો રોકડા ૪૦,૦૦૦ રૂપિયા તેમજ સોના-ચાંદીના જુદાજુદા દાગીના આમ કુલ મળીને ઘરમાંથી એક લાખ બાર હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી પોલીસે ફરિયાદ લઈને ચોરી કરનારા શખ્સોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ હતી આ ગુનામાં પોલીસે અગાઉ દિલીપ ઉર્ફે મનોજ મંગળભાઇ ઝાલા જાતે રાજપુત દરબાર (૩૬)ની પોલીસે ધરપકડ કરેલ છે અને હાલમાં આ ગુનામાં પોલીસે વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતસિંહ સોઢા જાતે રાજપુત ઉ.વ. ૪૦ રહે સણાધી જિલ્લો ખેડા વાળાની ધરપકડ કરેલ છે
