મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવા કલેકટરે જાહેરનામુ બહાર પડાયું
મોરબી : અજાણ્યા યુવાન સાથે વાત કરતી દીકરીને ઠપકો દેતા યુવતી ઘર છોડીને ચાલી ગયેલ..!
SHARE









મોરબી : અજાણ્યા યુવાન સાથે વાત કરતી દીકરીને ઠપકો દેતા યુવતી ઘર છોડીને ચાલી ગયેલ..!
મોરબીના કુબેરનગર વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી કોઇ કારણોસર ગુમ થઈ ગઈ હતી જેથી કરીને તે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવતી કોઈ યુવાન સાથે ફોન ઉપર વાત કરતી હોય તે બાબતે ઠપકો દેવામાં આવતા તે ઘર છોડીને ચાલી ગઈ હતી.
મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ અવચરભાઈ થરેશા જાતે કોળી નામના આધેડે પોલીસમાં જાણ કરી જણાવ્યું હતું કે તેઓની ઓગણીસ વર્ષીય પુત્રી સેજલબેન ભીખાભાઈ થરેશા ગત તા.૨૧-૪ ના રોજ સાંજના સાતેક વાગ્યે ગુમ થઇ ગઇ હતી અને ત્યારબાદ પોલીસમાં જાણ કરવામાં આવતા તપાસકર્તા એ.એમ.ઝાપડિયાની તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે સેજલબેન કાલીકા પ્લોટમાં રહેતા કોઇ યુવાન સાથે ફોન ઉપર વાત કરતી હોય તે બાબતે તેણીને ઠપકો દેતા તે પગપાળા પોતાની પંચાસર રોડ તરફ વહેતી સહેલી વૈશાલીબેન દયારામભાઈને ત્યાં જતી રહી હતી..! અને બાદમાં હેમખેમ પરત મળી આવતાં પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.જોકે આ બાબત આજના સમયમાં સૌ માટે ચિંતાજનક છે કે સામાન્ય સાચી વાત પણ જ્યારે ઘરના વડીલો તેના પરિવારના સંતાનોને કરે છે ત્યારે સંતાનો સાચી પરીસ્થીતી સમજવાના બદલે ન ભરવાના પગલાં પણ ભરી લેતા હોય છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીની પીપળીયા ચોકડી નજીક કોલ સ્ટાફના કવાર્ટરમાં રહેતો કરણસિંહ બળવતસિંહ નામનો ૨૮ વર્ષીય યુવાન ટ્રક લઈને જતો હતો ત્યારે રાધેશ્યામ પેપર મીલ પાસે અન્ય ટ્રક સાથે તેનો ટ્રક અથડાતા ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં બે બાઇક સામસામે અથડાયા હતાં જે બનાવમાં માળિયા મિંયાણાના મેઘપર ગામના વિષ્ણુ તલાભાઇ આંખોજીયા (૨૨) અને સંજય આત્મારામ રાજપૂત (૩૫) રહે.બંધુનગર મેવાડા રોડલાઇન્સ વાળાઓને ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના નવા સાદુળકા ગામના રહેવાથી ભરતભાઈ ત્રિભોવનભાઇ પાંચોટિયા (ઉમર ૪૨) અને તેમનો પુત્ર ધર્મ ભરતભાઈ (ઉમર ૮) બંને ભરતનગરથી પરત નવા સાદુળકા જતા હતા ત્યારે નવાસાદુરકા ગામ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ગાળા ગામ પાટીયા પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ભાવેશ લક્ષ્મણભાઇ વૈષ્ણવ (૩૫) અને મિલન નાથાભાઇ વૈષ્ણવ (૩૬) રહે.બંને જામનગરને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બરના પાછળના ભાગે આવેલ સિરામિક સિટીમાં રહેતો રાજેશ શંકરભાઈ પંચાડા નામનો ૨૩ વર્ષીય યુવાનનું વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસેથી બાઇક લઇને નીકળ્યો હતો ત્યાં તેનું બાઇક રોડ ઉપર સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રાજેશને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે રહેતા છોટુભાઈ દીપકભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામના એકવીસ વર્ષીય યુવાનને ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં અહીંની સિવિલે ખસેડાયો હતો.
