મોરબી : અજાણ્યા યુવાન સાથે વાત કરતી દીકરીને ઠપકો દેતા યુવતી ઘર છોડીને ચાલી ગયેલ..!
મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને
SHARE









મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને
મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત પંચાસર રોડ પર આવેલ નંદી ઘરમાં શહેરમાં રખડતાં આસરે ૨૨૦૦ જેટલા આખલા અને ખુટીયા પકડીને રાખવામાં આવેલ છે. પરંતુ તેના ચાર અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી ફક્ત સરકાર કે નગરપાલિકાની નહીં પણ મોરબીના તમામ લોકોની છે ત્યારે આપણી સૌની સહિયારી ફરજ સમજીને સારી રીતે અબોલજીવને પુરતો ખોરાક મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા લોકોને સહયોગ આપવા માટે અપીલ કારમાં આવી છે
વધુમાં જણાવ્યુ છે કે, અહી એક દિવસમાં ૯૦૦ મણ લીલો ઘાસચારો જોઈએ છે જેના માટે દૈનિક ૭૮૦૦૦ નો ખર્ચ થાય છે અને ઉનાળામાં લીલો ઘાસચારો મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ગૌવંશ માટે પરીષદના સભ્યો તથા દાતાઓના સહયોગથી ફાળો એકત્ર કરી ઘાસચારો નાખવાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતે વ્યક્તિને યોગ્ય લાગે તેટલાં રૂપિયાનું અનુદાન એક અઠવાડિયામાં એટલે કે તા ૪ સુધીમાં આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને આ અનુદાન ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના ડો જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૩૧૪), મંત્રી અશ્વિનભાઈ રાઠોડ (૯૭૨૬૯૨૧૩૮૪) તેમજ કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૮૮) અને પંકજભાઈ ફેફરનો સંપર્ક કરીને આપવાનો રહેશે અને તા ૭ ના રોજ એકત્રિત થયેલ રકમમાંથી ઘાસચારો આપવામાં આવશે
