મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા આવેલ મહિલા સહિતના ત્રણએ કરી ૧.૦૩ લાખની ચોરી


SHARE

















મોરબીની લીલાપર ચોકડીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા આવેલ મહિલા સહિતના ત્રણએ કરી ૧.૦૩ લાખની ચોરી

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલા એસ્સારના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવવા માટે બાઇક લઈને આવેલ અજાણ્યા બે પુરુષ અને એક અજાણી મહિલાએ ડીઝલ અને પેટ્રોલના વેચાણથી થયેલ આવકના ૧.૦૩ લાખ રૂપિયા ટેબલના ખાનામાં મૂક્યા હતા તેની ચોરી કરેલ છે જેથી કરીને પેટ્રોલ પંપના માલિકે હાલમાં બજાજ ડિસ્કવર મોટર સાયકલ લઈને આવેલા અજાણ્યા બે પુરુષ અને એક સ્ત્રી સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વાસ્તુ હિલ્સ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૭૦૩ માં રહેતા લીશાંતભાઈ ત્રિભોવનભાઇ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૨૮) એ હાલમાં બજાજ ડિસ્કવર લઇને લીલાપર ચોકડી પાસે આવેલ તેમના એસાર કંપનીના અમરરત્ન પેટ્રોલ પંપે આવેલ છે બે અજાણ્યા પુરુષો અને એક અજાણી સ્ત્રી આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા પુરુષો અને મહિલા બજાજ ડિસ્કવર લઇને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા અને પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ અને ડીઝલનાં વેચાણથી થયેલ આવકના કુલ મળીને રૂા.૧,૦૩,૪૬૦ ટેબલના ખાનામાં મૂકયા હતા જે રકમ આ ત્રણેય ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા ત્રણ ઇસમોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી ફાટક પાસે રહેતા જયસીંગભાઈ નટુભાઈ ચૌહાણ નામના ૪૦ વર્ષીય યુવાનને ત્યાં આવેલ યોગી સ્કૂલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક ઉમિયાનગરમાં રહેતા શૈલેષભા કૃષ્ણભા પઢીયાર નામના ૨૫ વર્ષીય યુવાનને મોરબીના સામાકાંઠે જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલ સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ૨૮ વર્ષીય યુવાનને પણ સારવારમાં લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના નવા રાયસંગપર ગામના વતની જસુબેન નારણભાઈ ચૌહાણ નામની ૪૫ વર્ષીય મહિલા હળવદથી પરત તેઓના ગામ રાયસંગપર જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા જસુબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે કચ્છના ભચાઉ નજીકના શિકારપુર ગામનો વતની અકબર મામદભાઈ મુલ્લા નામનો ૩૫ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સુરજબારી પુલ પાસે તે બાઇકમાંથી પડી જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના માવના ગામ પાસે જામનગર-કંડલા હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં માળિયા મિંયાણાના રહેવાસી સદ્દામ અબ્દુલ મોવર (૨૦) અને હાજી ઈસ્માઈલ જેડા (૧૮) નામના બે યુવાનોને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




Latest News