હળવદના મેરુપર પાસે સેન્ટ્રોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત : એક સારવારમાં
મોરબીના કાલીકા પ્લોટમાં આરીફ મીરની માતાના ઘર ઉપર દાઉદ પલેજાની ગેંગનો હુમલો
SHARE
મોરબીના કાલીકા પ્લોટમાં આરીફ મીરની માતાના ઘર ઉપર દાઉદ પલેજાની ગેંગનો હુમલો
મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતી આરીફ મીરની માતાના ઘરે દાઉદ મામદ પલેજા સહિત નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પાઈપ, ધોકા વડે તેના ઘરના દરવાજમાં નુકશાન કર્યું હતું તેમજ સોડા બોટલ અને પથ્થરના છૂટા કરીને ઘર વખરીમાં પણ નુકશાની કરવાં આવી હતી અને આરીફ મીરની માતા સહિત બીજી બે મહિલાઓના ઘરમાં પણ નુકસાની થઈ હતી જેથી કરીને આરીફ મીરની માતાએ હાલમાં દાઉદ પલેજા સહિત નવ શખ્સોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ પાસે રહેતા આરીફ મીરની માતા મુનિરાબેન ગુલામભાઇ ઘોળા જાતે મીર (૫૫)એ હાલમાં દાઉદ મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા, અલી મામદ પલેજા, ફરદીન દાઉદ પલેજા, અરમાન ડાઉન પલેજા, રેહાન ઈમરાન પલેજા, વસીમ યુસુફ પલેજા, હરભજન ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીચી અને રહિમ ઉર્ફે ટકો વાલીમામદ ચાનીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના બે પૌત્ર ફૈજ અને નઇમ મસ્જિદે નમાજ પઢવા માટે ગયા હતા ત્યારે તેની સાથે રેહાન પલેજાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને માથાકૂટ કરી હતી જે બાબતનો ખાર રાખીને તમામ આરોપીઓએ તેના ઘરે લોખંડના પાઈપ, ધોકા, સોડા બોટલ અને પથ્થર લઈને હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદી મહિલાના ઘર પાસે આવીને પહેલા બોલી ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદી મહિલાના ઘરના દરવાજા ઉપર અને ધોકા ફટકાર્યા હતા જો કે, ફરિયાદીએ દરવાજો નહિ ખોલતા દરવાજાઓમાં પાઇપ અને ધોકા મારીને નુકશાની કરી હતી તેમજ આરોપીઓએ બહારથી સોડા બોટલ અને પથ્થરના ફરિયાદીના ઘર ઉપર ઘા કર્યા હતા જેથી કરીને ફરિયાદી અને રાશીદાબેન તેમજ હાનિફાબેનના ઘરમાં ઘર વખરીમાં નુકસાન થયું હતું જેથી કરીને ભોગ બનેલા મુનિરાબેન ગુલામભાઈ ધોળા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દાઉદ મામદ પલેજા સહિત નવ શખ્સોની સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૩૬, ૪૨૭ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.