વાંકાનેરનાં વિઠ્ઠલપરમાં બે પરિવાર વચ્ચે મારામારી : સામસામી ફરિયાદો નોંધાઈ
મોરબી અને હળવદમાં જુગારની ચાર રેડ : આઠ શખ્સો જુગાર રમતા પકડાયા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651297482.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી અને હળવદમાં જુગારની ચાર રેડ : આઠ શખ્સો જુગાર રમતા પકડાયા
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી એક મોબાઈલ અને રોકડ સહિત પોલીસે ૬૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સને ઝડપી લીધેલ છે અને એક શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરવાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આઈપીએલ ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ક્રિકેટ મેચ ક્રિકેટ લાઇવ ગુરુ એપ્લિકેશનમાં જોઈને તેમાં રનફેરનો હારજીતનો જુગાર રમતા એક શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી પાંચ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને ૧૪૦૦ રૂપિયા રોકડા મળીને ૬૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી બિલાલ ગુલામહુસેન ઠાસરિયા જાતે પીંજારા રહે. મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અજય ખોજા રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
હળવદ જુગાર
હળવદ તાલુકાના વેગડવાવ ગામે શંકરના મંદિરની પાછળના ભાગમાં તળાવની પાળ નજીક જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ગૌતમભાઈ પ્રેમજીભાઈ પટેલ, નિકુંજભાઈ જીવરાજભાઈ પટેલ અને ભાવેશભાઈ શંકરભાઈ સંઘાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૫૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણેય શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રાજપર જુગાર
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા દીપકભાઈ ગોવિંદભાઈ કુવરીયા જાતે કોળી (ઉંમર ૩૨) અને મહેશભાઈ લાભભાઈ વરાણીયા જાતે કોળી (ઉંમર ૪૫) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૮૯૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રાજપર જુગાર
મોરબીની ત્રાજપર ચોકડી પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા નટુભાઈ વેરસીભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૫૧) અને અશોકભાઈ મગનભાઈ સનુરા જાતે કોળી (ઉંમર ૩૪) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૬૭૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)